Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આ યુવતી ર૦ ભૂતો સાથે જાતીય સંબંધ માણ્યાનો દાવો કરે છે

ટીવી-શોમાં એમેથિસ્ટે પોતાના ભૂતો સાથેના અનુભવોની વાતો વાગોળી છે

લંડન, તા. ૯ : ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રહેતી ર૭ વર્ષની એમેથિસ્ટ રીલ્મ નામની યુવતીનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં ર૦ જેટલા ભૂતો ાસથે સેકસ માણ્યું છે. એટલું જ નહીં, પુરૂષો કરતા ભૂતો સાથે સંબંધ બાંધવાનું તે વધુ પ્રિફર કરે છે. ગુરૂવારે બ્રિટનના એક ટીવી-શોમાં એમેથિસ્ટે પોતાના ભૂતો સાથેના અનુભવોની વાત વાગોળી છે. બાર વર્ષ પહેલા તેને પહેલી વાર ભૂતનો અનુભવ થયો હતો. તે પોતાના બોયફ્રેન્ડ સાથે નવા ઘરમાં રહેવા ગઇ ત્યારે તેને લાગેલુ કે તેમના બે સિવાય ત્રીજી અદૃશ્ય વ્યકિતની પણ ત્યાં હાજરી છે. શરૂઆતમાં તેને ભૂતાત્માની એનર્જીનો અહેસાસ થતો હતો, પરંતુ થોડા જ વખતમાં કેટલાક ફિઝિકલ લક્ષણો પણ વર્તાતા હતા. તેની જાંઘ પર જાણે કોઇ બેઠું હોય એવું પ્રેશર અનુભવાતું અને તેના ગળા પાસે કોઇના શ્વાસ ચાલી રહ્યા છે એવું ભાસતું. એ પછી તેને ખૂબ સારૃં લાગતું. બહેનનો દાવો છે કે પોતાની આ લાગણી વર્ણવવાનું અઘરૃં છે, પરંતુ પ્રેત સાથે સંબંધ બાંધ્યા પછી તેને ખૂબ સારૂ લાગતું. એમેસ્ટબહેનનો તો દાવો પણ છે કે તેનું એક જ ઘોસ્ટ સાથે ત્રણ વર્ષ સુધી અફેર ચાલ્યું હતું, પણ એક દિવસ અચાનક જ તેનો હસબન્ડ વહેલો ઘરે આવી ગયો અને તેણે ઘરમાં ભૂતનો આભાસ ફરતો જોયો. તેના હસબન્ડને જોઇને એભૂત બારીમાંથી કુદીને બહાર જતું રહ્યું. એ પછી તો તેણે આવા વીસ જેટલા આભાસી ઓળાઓ સાથે જાતીય સંબંધો બાધ્યા છે. આ બહેન પેરાનોર્મલ વિશ્વ વિશે સંશોધન કરીને એટલે સુધી માને છે કે ભૂતને કારણે તમને ઘોસ્ટ પ્રેગ્નન્સી પણ રહી શકે છે.

ભલે આ બહેન પૂરા આત્મવિશ્વાસ સાથેનો દાવો કરતા હોય, પણ તેમની વાતો પચાવવા ખરેખર હાજમાવટી લેવી પડે એમ છે.(૮.૬)

 

(3:53 pm IST)