Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પથારીમાં સૂઇને ટીવી જોનારાં કે સ્માર્ટફોન યુઝ કરનારાં બાળકો મેદસ્વી થઇ જાય

નવી દિલ્હી તા. ૯: રાતે પથારીમાં પડીને ટીવી જોવાની કે સ્માર્ટફોન મચેડયા કરવાની આદત હોય તો એ બાળકોના ઓવરઓલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 'ગ્લોબલ પીડિયાટ્રિક હેલ્થ' નામના જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ રાતના સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરનારાં બાળકોમાં નબળી ઊંઘ રહે છે અને અપૂરતી ઊંઘને કારણે મેદસ્વિતાનું રિસ્ક વધે છે. અમેરિકાની પેન સ્ટેટ કોલેજ ઓફ મેડિસિનના નિષ્ણાતોએ ૮ થી ૧૭ વર્ષની વયના ર૩૪ કિશોરોનો અભ્યાસ કર્યો હતો. તેમનું હાઇટના પ્રમાણમાં વજન, રોજિંદી આદતો, ટલેકનોલોજીનો ઉપયોગ, રાતના સમયની પ્રવૃત્તિઓ જેવાં વિવિધ પરિમાણોનો સાપેક્ષ સ્ટડી કરીને તારવ્યું હતું કે રાતના ઊંઘતાં પહેલાં ટેકનોલોજીનો નિયમિત ઉપયોગ કરતા કિશોરોની ઊંઘ પૂરી નથી થતી અને તેમનું હાઇટના પ્રમાણમાં વજન વધારે હોય છે. રાતે ટીવી અને સ્માર્ટફોન વાપરનારાં બાળકો પૂરતા કલાકોની ઊંઘ લીધા પછી પણ સવારે ઊંઘરેટાપણું અનુભવતાં હોય અને સ્કૂલ દરમ્યાન ઓછી એકાગ્રતા રાખી શકતાં હોય એવી સંભાવનાઓ વધે છે.

(3:52 pm IST)