Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૨.૩૭ કિલોનું રેકોર્ડ-બ્રેક અવાકાડો ઉગ્યું હવાઈમાં

ન્યુયોર્ક, તા. ૯ :. અમેરિકાના હવાઈ ટાપુ પર એક સ્કૂલનાં પ્રાંગણની નજીક ચાલતા-ચાલતા એક મહિલાને જાયન્ટ કહી શકાય એવુ અવાકાડો જોવા મળ્યું. પમેલા વેન્ગ નામની મહિલા ગયા અઠવાડિયે કોનાવીના હાઈસ્કૂલ પાસેથી ચાલી રહી હતી. ત્યારે તેને આ કદી જોયું ન હોય એવડું જાયન્ટ ફળ જોવા મળ્યું. તેણે તરત એ ફળ તોડીને જોયું તો એ લિટરલી તેના માથા કરતાંય મોટું હતુ. એની સાઈઝ જોઈને તેના મિત્રોને લાગ્યું કે કદાચ આ જાયન્ટ ફળ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે એમ પણ છે એટલે પમેલાએ સૌથી જાયન્ટ અવાકાડો કેવડી સાઈઝનું છે એની ખોજ કરી. ત્યારે ખબર પડી કે હાલમાં નોંધાયેલા અવાકાડોનું વજન ૨.૧૮ કિલોનું છે જ્યારે પમેલા વેન્ગના ફળનું વજન ૫.૨૩ પાઉન્ડ એટલે કે ૨.૩૭ કિલો છે. હવાઈના ખેડૂતોના એસોસીએશન દ્વારા આ ફળને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ માટે રજુ કરવામાં આવ્યુ હતુ અને એ પછી પમેલા અને તેના મિત્રોએ એ ખાધું હતું.

(3:50 pm IST)