Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કનોલા ઓઇલનો ઉપયોગ યાદશકિત અને શીખવાની ક્ષમતા બગાડે

નવી દિલ્હી, તા. ૯ : બીજા વેજિટેબલ ઓઇલ્સ કરતા કનોલા ઓઇલ સસ્તુ અને સરળતાથી મળી જતું હોવાથી એને હેલ્ધી ટેગ સાથે માર્કેટ કરવામાં આવે છે, પરંતુ એ હકીકતમાં સ્વાસ્થ્યવર્ધક નથી. અમેરિકાની ટેમ્પલ યુનિવર્સિટીના નિષ્ણાતોના મતે કનોલા ઓઇલ મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે. આ ઓઇલનો લાંબો સમય ઉપયોગ કરવાથી યાદશકિત ખોરવાય છે. મગજમાં ખાસ પ્રકારનો પ્લાક જમા થવાને કારણે ઓલ્ઝાઇમર્સ જેવા લક્ષણો દેખા દે છે. વિદેશોમાં આ બાબતે હવે જાગૃતિ ફેલાઇ રહી છે, પણ ભારતમાં હજીય કનોલા ઓઇલને હેલ્ધી અને ટેસ્ટી ઓઇલ તરીકે માર્કેટ કરવામાં આવે છે. નિષ્ણાતોએ પ્રાણીઓ પર કરેલા પ્રયોગમાં જોવા મળ્યું હતું કે મગજમાં ચોક્કસ ભાગમાં ઓલ્ઝાઇમર્સને કારણે પ્લાક જમા થવાની ક્રિયા શરૂ થઇ ચૂકી હોય એવા પ્રાણીઓમાં કનોલા ઓઇલના સેવનથી પ્લાક જલદી વધે છે અને યાદશકિત તેમજ નવું શીખવાની ક્ષમતા ક્ષીણ થવા લાગે છે. આ જ પ્રકારની અવસ્થા ધરાવતા પ્રાણીઓમાં જો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે તો પ્લાક જમા થઇને મગજના ચોક્કસ ભાગને ડેમેજ થવાની પ્રક્રિયા ઘટી શકે છે. યાદશકિત અને શીખવાની ક્ષમતા પર કનોલા ઓઇલ શું અસર કરે છે એ નોંધવા માટે ઉંદરો પર કરવામાં આવેલા અભ્યાસમાં એ નોંધાયું છે કે રોજ બે મોટી ચમચી જેટલુ કનોલા ઓઇલ નિયમિત લેવાથી ૧ર મહિનામાં વર્કીંગ મેમરી, શોર્ટ ટર્મ મેમરી અને નવું શીખવાની ક્ષમતા નબળી પડે છે.

(3:50 pm IST)