Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

માણસોની આવરદા અને હાઇટની હવે લિમિટ આવી ગઇ છે

નવી દિલ્હી તા.૯: ઉત્ક્રાન્તિના નિયમ મુજબ માનવજાતની ઉત્પત્તિ થઇએ પછી પણ તેના આંતરિક અને બ્રાહ્મ અવયવોમાં ઉત્તરોત્તર બદલાવ થતા રહ્યા છે. ફ્રાન્સના જીવવિજ્ઞાનશાસ્ત્રીઓના મતે હવે માણસની આવરદા અને ઊંચાઇની બાબતમાં લિમિટ આવી ગઇ છે હાલમાં માણસોની શારિરીક ક્ષમતાઓ એની ચરમસીમા પર છે. એક પ્રાણી તરીકે માણસની ઊંચાઇ પણ હવે અત્યાર કરતાં વધુ થાય એવી સંભાવના ઓછી છે. શરીરબળ, વજન ઊંચકવું, દોડવું, સ્પોટ્ર્સ એકિટવિટી કરવી, ઊંચો કૂદકો મારવો કે અન્ય કોઇ પણ શારિરીક પ્રવૃતિમાં હાલમાં માનવજાતે જે રેકોર્ડ બનાવ્યા છે એ ક્ષમતાઓમાં હવે વધારો થાય એવી સંભાવના વધુ નથી.

(12:46 pm IST)