Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

તાઈપેઈમાં ફેવરિટ ફૂડનું નામ સાંભળીને આ શખ્સ કોમામાંથી જાગી ગયો

નવી દિલ્હી: ફૂડ લવર્સની પણ પોતાની આગવી દુનિયા હોય છે.ખાવા પીવાના શોખીનો પોતાની મનગમતી વાનગીઓ ખાવા માટે ગમે તે હદે જવા તૈયાર હોય છે. જોકે તાઈવાનમાં એવી ઘટના બની છે કે જે અંગે જાણીને તમને નવાઈ લાગશે.મનપસંદ ડિશનુ નામ સાંભળીને 62 દિવસથી કોમામાં સરી પડેલા 18 વર્ષનો ટીન એજર કોમામાંથી બહાર આવી ગયો છે.મળતી વિગતો પ્રમાણે ટીનએજર એક સ્કૂટર અકસ્માતમાં ગંભીર રુપથી ઘાયલ થયો હતો.તેને આંતરિક ઈજાઓ થઈ હતી અને તેના કારણે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

           ડોક્ટરોએ તેની તાત્કાલિક સર્જરી કરવી પડી હતી પણ પછી તે કોમામાં સરી પડ્યો હતો.ડોક્ટરોના કહેવા પ્રમાણે ચીયુ નામી નામના કિશોરને લિવર, કિડનીમાં ઈજા થઈ હતી.હોસ્પિટલમાં તેની 6 સર્જરી કરવી પડી હતી અને પોતાની મજબૂત ઈચ્છા શક્તિના કારણે કિશોર બચી ગયો હતો. જોકે તે કોમામાં જતો રહ્યો હતો. ડોક્ટરો કોમામાંથી કેવી રીતે તે બહાર આવશે તેની મૂંઝવણમાં હતા ત્યારે હોસ્પિટલમાં ગયેલા ચીયૂના ભાઈને વિચાર આવ્યો હતો અને તેણે મજાકમાં બેહોશ ચીયૂને સંભળાય તે રીતે કહ્યુ હતુ કે, હું તારી ફેવરિટ વાનગી ટિકન ફિલેટ ખાવા જઈ રહ્યો છું. વાત જાણે જાદૂઈ અસર કરી ગઈ હતી.ચીયુના પલ્સ રેટ વધી ગયા હતા અને તે કોમમાંથી બહાર આવી ગયો હતો.

(5:48 pm IST)