Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટની ઘટનામાં બે ના મૃત્યુ: ત્રણ ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં શનિવારના રોજ આતંકવાદી સમૂહ તાલિબાનના એક આતંકવાદીએ આત્મઘાતી વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવી દીધો છે. તાલિબાનના આતંકવાદી હુમલામાં સુરક્ષાબળના એક જવાનનું મૃત્યુ થયું છે તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

              સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શાહ વાલી કોટ જિલ્લામાં શનિવારના રોજ  સ્થાનિક સમયાનુસાર સવારના 6 વાગ્યાની આસપાસ એક આતંકવાદીએ સૈન્ય જગ્યાની બહાર આત્મઘાતી વિસ્ફોટ કરીને પોતાની જાતને પણ ઉડાવી દીધી હતી જેમાં હુમલામાં એક જવાન શહિંદ થયા છે અને અન્ય ત્રણ જવાનને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(5:51 pm IST)
  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • જો ડેન્લીની જગ્યા લેવા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમશે બેરસ્ટો access_time 1:06 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST