Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ચીનના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોવા મળી

બીજીંગ,તા.૯: દક્ષિેણ ચીનના કુમિંગ પ્રાંતના મિલાઆં ગામના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી માછલી જોઈને સૌને આશ્યર્ય થયું હતું. માછલીના ચહેરા પરનું કુદરતી નકશીકામ મોઢું, નાક, આંખ અને માથાના આકાર સ્પષ્ટ કરે છે. મીઠા પાણીના એ તળાવમાં ખાસ ખાવા માટેની માછલીઓ ઉછેરવામાં આવે છે. એ માછલીનું ૧૫ સેકન્ડનું વિડિયો-ફ્ટેજ જબરું વાઇરલ થયું છે. માછલીનો વિડિયો લેનારી મહિલા આશ્યર્યથી એવું બોલતી સંભળાય છે, 'મા, આ માછલા તા પરાં બના ગઇ છ.'

પોપ્યુલર બ્લોગર ફેઇડેયન વિડિયોઝમાં પર્યટકોના આકર્ષણરૂપ મિલાઓ ગામમાંથી પસાર થતા પ્રવાસીએ તળાવમાં વિશિષ્ટ પ્રકારની માછલી થોડા દિવસ પહેલાં જોઈ હતી. ચીનની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વેઇબો (ચીનમાં ટ્વિટર જેટલી જ લોકપ્રિય) પર આ વિડિયો જોઈને અનેક લોકો અચંબામાં પડી ગયા હતા. વિડિયો નીચે કમેન્ટ્સમાં એક જણે લખ્યું, 'બહુ ડરામણું દશ્ય' બીજી વ્યકિતએ લખ્યું, આ માછલી ખાવાની હિંમત કોણ કરે!'

ખાધ માછલીઓના ઉછેર માટેની મીઠા પાણીની તલાવડીઓમાં માનવચહેરા ધરાવતી માછલીઓ બ્રિટન અને તાઇવાનમાં જોવા મળે છે. બ્રિટનના એસેકસ પ્રાંતના રહેવાસી ૪૪ વર્ષના બ્રિટિશર બ્રેન્ડડ ઓ સુલિવાન સાથે ૨૦૧૦માં આવી વિસ્મયકારક દ્યટના બની હતી. ઘરના ફિશ-પોન્ડમાં રાખેલી માછલીની મુખાકૃતિ પાંચ મહિના પછી માનવચહેરા જેવી થવા માંડી હોવાનું નોંધ્યું હતું. એ માછલીની કિંમત ૪૦,૦૦૦ પાઉન્ડ હોવાનું મનાય છે. ૨૦૧૧માં તાઇવાનના ઈશાન પ્રાંતના યીલાન કાઉન્ટીના રહેવાસીઓ સ્થાનિક સુધરાઈના તળાવમાં માણસ જેવો ચહેરો ધરાવતી કાળી-ધોળી માછલી જોઈને આશ્ચર્ય પામ્યા હતા.

(3:27 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST