Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જેલમાં જતાં પહેલાં ભાઈએ નાકમાં ગાંજો ઘુસાડ્યો, છેક ૧૮ વર્ષ પછી યાદ આવ્યું

સીડની,તા.૮: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૪૮ વર્ષનો એક દરદી સાઇનસની તકલીફોની સારવાર માટે વેસ્ટમિડ હોસ્પિટલ ગયો. તેને ૧૮ વર્ષથી માથાનો દુખાવો અને શરદી સંબંધી બીજી વ્યાધિઓ હતી. ડોકટરોએ સીટી સ્કૈન કરીને જાણ્યું કે તેના નાકમાં અવરોધ છે. સ્કેનમાં કેલ્શિયમ જેવું પડ દેખાતું હતું. અંદર તપાસ કરતાં રબર કેપ્સ્યૂલ જેવું કંઈક ગોઠવાયું હોય એવું લાગ્યું. ડોકટરોએ એ રબર કેપ્સયૂલ કાઢી નાખી. ત્યાર પછી ડોકટરોએ તેને સવાલ પૂછવા માંડ્યા. એ સવાલ-જવાબમાં જાણવા મળ્યું કે ૧૮ વર્ષ પહેલાં જેલમાં જતાં પહેલાં ગાંજાવાળું રબર બલૂન નાકના જમણા નસકોરમાં દ્યુસાડ્યું હતું. ત્યાર પછી તેને એમ લાગ્યું કે એ ગાંજાની ગાંગડીવાળા બલૂનનું બધું મટીરિયલ તેના પેટમાં ઊતરી ગયું છે. ૧૮ વર્ષ પહેલાં જેલમાં જતાં પહેલાં એ રબર બલૂન તેને તેની ગર્લફ્રેન્ડે ભેટ આપ્યું હતું, પરંતુ નસકોરામાં એ પદાર્થ હોવાનું સાવ ભૂલી ગયા પછી તેને શરદી-સાઇનસની તકલીફો થવા માંડી હતી. હોસ્પિટલમાં સારવાર માટે ડોકટરો પાસે ગયા પછી રહર્ય ખૂલ્યું હતું.

(11:39 am IST)