Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સ્કુલમાં પાળેલા પોપટે કેક અને બીજા નાસ્તા સાથે ૭૦મો જન્મદિવસ ઊજવ્યાો

નવી જર્સી ,તા.૮: અમેરિકાના જર્સી સિટીના પરાં સેન્ટ  હેલિયરની રૌજ બૌલીન સ્કૂલમાં પાળેલા સિમ નામના એક પોપટે તાજેતરમાં  ૭૦મો જન્મદિવસ ઊજવ્યો હતો. ૧૯૮૮થી રંગબેરંગી ઇતિહાસ ધરાવતો એ પોપટ સ્કૂલમાં આવતાં પહેલાં એક ટોય શોપમાં રહેતો હતો. એ ટોય શૌપ ર્ં બંધ થતાં ૧૯૯૧માં પોપટ સ્કૂલમાં આવ્યો હતો.

સ્કૂલનાં એક છાપરાં પર આગ લાગી ત્યારે પોપટ આબાદ બચી ગયો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ એને ખવડાવવા અને પીવાનાં પાણી તેમ જ એનું પિંજરું સાફ કરવા જેવી જવાબદારીઓ નિભાવે છે. એ વિધાર્થીઓએ પોપટનો ૭૦મો જન્મદિન ઊજવ્યો હતો. પિંજરામાં અને આસપાસ પોપટને શોભે એવી સજાવટ કરવામાં આવી હતી. બાળકો અને પોપટ બન્નેને ખાવામાં જલસો પડે એવો કેક અને નાસ્તો લાવવામાં આવ્યો હતો.સામાન્ય રીતે પોપટની આવરદા પચાસ વર્ષની હોય છે, પરંતુ આ પોપટ ૭૦ વર્ષનો થયો.

(11:37 am IST)
  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST