Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રપ૦ કિલોના ભાઇનું વજન ઉતારવા તેના ટ્રેઇનરે કોઇ લોકલ રેસ્ટોરાં તેને ખાવાનું ન આપે એવી ગોઠવણ કરી

લંડન તા. ૯ : ઇંગ્લેન્ડના મિડલ્સબરોમાં રહેતા ર૮ વર્ષનો યુવક ડેરેન મેકકિલન્ટોકને જન્ક-ફુડ અને ઓવરઇટિંગની  આદતને કારણે બેફામ વજન વધવાનું શરૂ થઇ ગયેલું. જયારે વજનકાંટો ૪૦ સ્ટોન એટલે કે રપ૪ કિલો વજન થઇ ગયું ત્યારે તેની આંખો ખુલી. પ્રોેફેશનલ હેલ્પ લઇને ભાઇસાહેબે વજન ઉતારવાનું નકકી કર્યું. પર્સનલ ટ્રેઇનર માઇક હિન્ડે તેનો ડાયટ અને એકસરસાઇઝ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જોકે ડેરેનની બહાર જઇને જન્ક ઠુંસવાની આદત એટલી જોરદાર હતી કે તે ખોટું બોલીને બહારનું ખાવાનું ઘરે મગાવી લેતો. વજન વધુ હોવાથી તે બહાર બહુ ફરી શકતો નહોતો. આ જ વાતનો ફાયદો ઉઠાવીને માઇકે ડેરેનની જે ફેવરીટ રેસ્ટોરાંઓ હતી જયાંથી તે ટેકઅવે મગાવતો હતો. ત્યાં સુચનાઓ લખીને મોકલી દીધી. એમાં તેણે ડેરેન સાથેનો પોતાનો ફોટો પણ મુકયો હતો અને લખ્યું હતું કે ડેરેન વજન ઉતારવા મથી રહ્યો છ.ે તેને ફુડ સર્વે કરશો નહીં. નવાઇની વાત એ  હતી કે રેસ્ટોરાંવાળાઓએ પણ આ વાત માની એટલું  જનહી, પોતે વજન ઘટાડવા મથે છે એ વાત જાહેર થવાથી ડેરેનને પણ ધણું પ્રોત્સાહન મળ્યું અને તેણે પણ પોતાના કન્ટ્રોલને સુધાર્યો આખરે તેણે ૧રપ કિલો વજન ઘટાડી દીધું.

(11:23 am IST)