Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શરીરે અસંખ્‍ય ગાંઠોને કારણે પરાણે એકાંતવાસ ભોગવવો પડે છે આ પાકિસ્‍તાની બબલમેનને

છાતી,પીઠ,પગ,હાથ,ગળું,ચહેરો બધે જ ગાંઠો ઊગી નીકળી છે

કરાંચી તા.૯: પાકિસ્‍તાનના સેહવાન શરિફ શહેરમાં રહેતા ૩૨ વર્ષના આમિર અલી નામના યુવકના શરીરે નીકળેલી અસંખ્‍ય ગાંઠોએ તેનું જીવવું દુષ્‍કર કરી નાખ્‍યું છે. આમ તો તેને બાળપણમાં જ શરીરે નાની રસોળી જેવી ગાંઠો પેદા થવી શરૂ થયેલી.જોકે એ શરીરમાં છુટીછવાઇ અને નાની હતી. છેલ્લાં સાત વર્ષમાં આ ગાંઠો સંખ્‍યામાં અને કદમાં બેફામ વધી રહી છે. છાતી,પીઠ,પગ,હાથ,ગળું,ચહેરો બધે જ ગાંઠો ઊગી નીકળી છે. હવે તો માથાના વાળમાં પણ રસોળીઓ પેદા થવા લાગી છે. ડોકટરોનું કહેવું છે કે આમિરને ન્‍યુરોફઇબ્રોમેટોસિસ નામની બીમારી છે. કેટલાકના શરીરમાં આ રોગને કારણે એક-બે ગાઠો પેદા થાય છે, પરંતુ આમિર અતિગંભીર અવસ્‍થા સુધી પહોંચ્‍યો છે. આ રસોળી જેવી ગાંઠોનો કોઇ જ ઇલાજ નથી, એને સર્જરી દ્વારા દૂર કરી શકાય એમ નથી કેમ કે આ ગાંઠો ત્‍વચા પાસે આવેલી નર્વ્‍સ પર હોય છે. પચીસ વર્ષની વય સુધી તે પરિવાર સાથે ખુશ હતો.તેની પત્‍ની અને બે દીકરીઓ છે. તેની આ પરિસ્‍થિતિને કારણએ પરિવારજનો પણ બહુ શરમ અનુભવતા હોવાથી તેણે ઘર છોડીને ગામની બહાર એકાંતવાસ સ્‍વીકારી લીધો છે. તે ગામની બહારના ખેતરોમાં કામ કરીને રોજના ૧૨૫-૧૫૦ રૂપિયા કમાઇ લે છે.

(2:38 pm IST)