Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ટમેટાના ફાયદા જાણો છો તમે?

ભારતીય પાક-પકવાનોમાં ટમેટાનું વિશેષ મહત્વ છે. તેનો ઉપયોગ શાકભાજી, સલાડ, શૂપ અને ચટણી બનાવવા  કરવામાં છે. સાથે તેમાં કોલેસ્ટ્રોલને ઓછુ કરનાર તત્વ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે લોકોનો વજન ઓછો કરવો છે, તેના માટે પણ આ બહુ ફાયદાકારક છે. પરંતુ, ટમેટાની સૌથી મોટી ખાસિયત એ છે કે ટમેટાને પકાવ્યા બાદ પણ તેમાં પોષક તત્વ બનેલા રહે છે.

ટમેટા ખાવાના ફાયદા ઃ

ટમેટાનો ઉપયોગ કેટલીય બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે.

સવારે પાણી પીધા વગર પાકેલુ ટમેટુ ખાવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે.

જો બાળકને સૂકો રોગ થઈ જાય તો તેને દરરોજ એક ગ્લાસ ટમેટાનું જ્યુસ પીવડાવવાથી બીમારીમાં આરામ મળે છે.

બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ટમેટુ બહુ ફાયદાકારક છે.

દરરોજ એક થી બે ગ્લાસ ટમેટાનું જ્યુસ પીવાથી વજન ઘટે છે.

દરરોજ ટમેટાના જ્યુસમાં અજમો મીકસ કરી ખાવાથી સંધિવામાં આરામ મળે છે.

ગર્ભાવસ્થામાં ટમેટાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિપુલ માત્રામાં વિટામીન સી હોય છે. જે ગર્ભવતી માટે ખૂબ જ સારૂ હોય છે.

(12:33 pm IST)