Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ફ્રાન્સમાં ગરમ હવાનો કહેર : ગરમીથી 1500 લોકોના મોત

લોકો વચ્ચે જાગૃતતા અભિયાનને કારણે કેટલાય લોકોના જીવ બચ્યા

પેરિસ : ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ વર્ષે ગ્રીષ્મ ઋતુમાં ગરમ હવાના કહેરથી 1500 લોકોના મોટ થયા છે પરંતુ લોકો વચ્ચે જાગૃતતા અભિયાનને કારણે કેટલાય લોકોના જીવ બચ્યા છે

  અગ્નેસ બુજીને કહ્યું કે આ કારણે વાર્ષિક સરેરાશ આ મોસમમાં થનાર મોતથી 1000 વધુ મોત થયા છે મૃતકોમાં અડધાથી વધુ 75થી વધુ ઉંમરના હતા

  આ વર્ષે ફ્રાન્સમાં જૂન- જુલાઈ મહિનામાં રેકોર્ડ 18 દિવસ સુધી ગરમ હવાનો કહેર ચાલુ હતો તેઓએ કહ્યું કે 2003માં જયારે ગરમ હવાઓનો કહેર વરસ્યો હતો ત્યારે 15,000 લોકોના મોત થયા હતા તેની તુલનાએ આ વર્ષે જાગૃતત્તા અને રોકથામને કારણે સંખ્યા ઘટી છે

(8:06 pm IST)