Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રેસમાં જીતવા માટે ઘોડાએ જોકી સાથે કર્યું અજીબ પ્રકારનું વર્તન: વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી: ફ્રાંસમાં ઘોડાની રેસ દરમ્યાન એક એવી ઘટના બની છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ આવી જાય તેમજ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય તેવું છે.આ  ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે પેરિસના નજીકમાં મેસન-લેફિટે રેસકોર્સમાં એક ઘોડાએ રેસને જીતવા માટે પ્રતિદ્વંદી જોકીને  મારવાનો પ્રયત્ન કર્યો હતો જેનાથી તેમનો ઘોડો આગળ ન જઈ શકે. રેસ જીતવા માટે ઘોડા દ્વારા કરવામાં આવેલ આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

(6:28 pm IST)