Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પાકિસ્તાનની ભ્રષ્ટ સિસ્ટમથી તંગ આવી ગયેલ મહિલા કોન્સ્ટેબલે આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મહિલા પોલીસ સાથે એવો વ્યવહાર થાય છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગી જાય તેવી ઘટના છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મહિલા કોસ્ટેબલે રવિવારના રોજ પોતાની પોસ્ટ પરથી રાજીનામુ આપી દીધું છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક મહિલા  ભ્રષ્ટ સિસ્ટમથી કંટાળી ગઈ હતી અને આ  કારણોસર તેમને પોતાની પોસ્ટ પરથી રાજીનામુ આપી દીધું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:25 pm IST)