Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સીરિયામાં હવાઈ હુમલો: 18 સરકાર સમર્થક સૈનિકોના મોત

નવી દિલ્હી: સીરિયાના પૂર્વી વિસ્તારમાં મધ્ય રાત્રીના સુમારે કરવામાં આવેલ એક હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 સરકાર સમર્થક સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણાંબધાંને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

       એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સિરિયાની ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટસે જણાવ્યું છે કે અજ્ઞાત લડાકુ વિમાનોએ ઈરાકી સીમા નજીક સીરિયાના ડેર- અલ જોર પ્રાંતમાં અલ બુકામલ શહેર નજીક ઈરાની સૈન્ય જગ્યા પર હથિયારોથી હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:23 pm IST)