Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણોસર રસ્તાઓ બન્યા નદી:લોકોને હાલાકી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. રાજધાની સિઓલના ગંગનમ જિલ્લામાં એટલો ભારે વરસાદ પડ્યો કે, ત્યાંના રસ્તાઓ નદી જેવા દેખાતા હતા. આ ભારે વરસાદમાં હજારો વાહનો ડૂબી ગયા હતા. જાહેર પરિવહન સેવાને પણ ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગુમ હોવાનું કહેવાય છે. શહેરને સાફ કરવા માટે સોમવારે મોડી રાત સુધી કામ ચાલુ રાખ્યું હતું, ત્યારબાદ મંગળવારે સવારે ટ્રાફિકની થોડી હલચલ જોવા મળી હતી. જોકે, સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદ એટલો ભારે હતો કે, માર્ગો પર ધોધમાર વરસાદ પડ્યો હતો. ઘણા સબવેની અંદર પણ પાણી ઘૂસતા જોવા મળે છે. જોકે મેટ્રો રેલ મંગળવારે મોટાભાગના સબવેમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ સુરક્ષા માટે અત્યાર સુધીમાં લગભગ 80 રસ્તાઓ અને નદીઓ સાથેના ડઝનેક પાર્ક બંધ રાખવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુંગ-યોલે સરકારી નોકરીદાતાઓ અને ખાનગી કંપનીઓને કર્મચારીઓની મુસાફરીના કલાકોને સમાયોજિત કરવા અને તેમના કામદારોને જોખમી વિસ્તારોમાંથી બહાર કાઢવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા હાકલ કરી છે. આ ઉપરાંત જે વસ્તુઓને નુકસાન થયું છે, તેને તાત્કાલિક ઠીક કરવા પણ જણાવ્યું હતું.

 

(7:09 pm IST)