Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

એક હેલિપેડ પર બે હેલીકૉપટર એકબીજા સાથે અથડાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નવી દિલ્હી: દેશમાં રોડ પર અકસ્માત થતા હોય તેવા ઘણા કિસ્સાઓ સમાચારમાં જોતા હોઇએ છીએ. રોડ પર કાર, બસ, બાઇક અને રિક્ષાની ટક્કર સામાન્ય બની ગઈ છે. વાહનો અને ટ્રેન તેમજ કાર સાથે ઘટનાઓ ડ્રાઇવરની એક ભૂલના કારણે ઘટતી હોય છે. ત્યારે આ અકસ્માત વિશે જાણીને તમને નવાઇ લાગશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલિપેડ પર બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાતા જોવા મળી રહ્યાં છે. આ ઘટનામાં હેલિકોપ્ટરનાં પંખા તૂટીને હવામાં ઉડી ગયા હતા. ટ્વિટર પેજ @LookedExpensive પર શેર કરવામાં આવેલ વિડિયો શેર કરવામાં આવ્યો છે. જ્યારે હેલિપેડ પર બે હેલિકોપ્ટર એકસાથે અથડાયા ત્યારે તે બંને ઉડી ગયા હતા. એક લેન્ડિંગ અને બીજું ટેકઓફની તૈયારીમાં હતુ. પરંતુ અંતરની સમજના અભાવે આ જબરદસ્ત અકસ્માત સામે આવ્યો હતો.પાયલટની એક ભૂલના કારણે આ ઘટના ઘટી હતી. જો પાયલટે પોતાની સુઝબુઝથી સાચા અંતરનો અંદાજો લગાવ્યો હોત તો આ અકસ્માત રોકી શકાયુ હોત.

(7:06 pm IST)