Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

બ્રિટીશ સંસદમાં આજે ગુંજશે ગીતાના શ્લોકો

લંડનમાં ગીતા જયંતિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે

લંડન તા. ૯: આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ મહોત્સવ આ વખતે લંડનમાં ઉજવાઇ રહ્યો છે. આજે બ્રિટીશ સંસદમાં ગીતાના શ્લોકોનું ઉચ્ચારણ થશે. હાઉસ ઓફ કોમન્સમાં બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ગીતા, કુરૂક્ષેત્ર, કર્મ અને વિશ્વશાંતિના વિષયોને સમાહિત કરતો એક સેમિનાર થશે. જેમાં સ્વામી જ્ઞાનાનંદજી મહારાજનું વ્યાખ્યાન થોશે.

કુરૂક્ષેત્ર વિકાસ બોર્ડના પદાધિકારીઓ સહિત ઉદ્યોગ પ્રધાન વિપુલ ગોયલ આ મહોત્સવમાં મુખ્ય પ્રધાના પ્રતિનિધિ તરીકે ભાગ લેશે. રાજયપાલ સત્યનારાયણ આર્યના પ્રતિનિધિ તરીકે તેમના સચિવ વિજય દહિયા સહિત રાજય સરકારના અધિકારીઓ તથા દિલ્હી, એનસીઆર અને હરિયાણાના પ્રતિષ્ઠીત નાગરિકોનું ૧૭૪ જણનું એક પ્રતિનિધી મંડળ આ મહોત્સવનું સાક્ષી બનશે.

કેડીબીના માનદ સચિવ મદન મોહને જણાવ્યું કે આ મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. પહેલા દિવસે હાઉસ ઓફ કોમન્સમાં સેમિનાર, બીજા દિવસે શનિવારે યુનિવર્સિટી કોલેજમાં ગીતા પર એક વ્યાખ્યાન અને રવિવારે સવારમાં યજ્ઞ અને ત્યાર પછી ગીતા સદ્દભાવના શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

(3:58 pm IST)