Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

બેબી હોર્સને મળ્યો કૃત્રિમ પગ

સીરિયાના અલેપ્પોમાં થોડાક મહિના પહેલાં એક ઘોડીએ બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બચ્ચાંએ તોપમારામાં એક પગ ગુમાવી દીધો હતો. એનો જીવ બચી ગયો હતો, પણ પગ ગુમાવ્યો હોવાથી તેની જિંદગી આકરી થઇ ગયેલી. સ્થાનિક પ્રોસ્થેટિક લિમ્બ ઉત્પાદક કંપનીએ આ બેબી હોર્સ માટે ખાસ કૃત્રિમ પગ બનાવી આપ્યો છે જેની મદદથી હવે એ ગ્રાઉન્ડમાં ફરી શકે છે.

(3:36 pm IST)