Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

મોં પર ઓકટોપસ રાખીને ફોટો પાડવા જતાં હોસ્પિટલ ભેગી થઇ આ કન્યા

ન્યુયોર્ક તા. ૯: અમેરિકાના વોશિંગ્ટનમાં ૪પ વર્ષની જેમી બિસ્કેગ્લીય નામની મહિલાએ ગયા શુક્રવારે ટાકોમાં બ્રિજ પર માછલી પકડવાની ડર્બી સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં કેટલાક માછીમારોએ ઓકટોપસ પણ પડકયો હતો. જેમીને કંઇક હટકે ફોટો-સેશન કરાવવાનું સૂઝયું એટલે તેણે ઓકટોપસને પોતાના મોં પર મૂકી દીધો. અહીં સુધી તો વાંધો ન આવ્યો પણ તેણે સ્માઇલિંગ ફોટો આવે એ માટે મોં ખોલ્યું અને ઓકટોપસ વીફર્યો અને કરડી ગયો. તેનું હાસ્ય વીલાઇ ગયું અને ચીખી ઊઠી એટલે ઓકટોપસ ફરી કરડયો. એના કરડવાને કારણે મોં સૂજી ગયું અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. 

(3:36 pm IST)