Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રસ્તામાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો ભિખારી રાતોરાત ફેસબુક સ્ટાર બની ગયો

દિવસભર કાગળ પર કંઈક લખ્યા કરતા ભિખારીની કવિતામાં છુપાયેલ ટેલેન્ટ મહિલાએ પારખ્યું અને શેર કરતા લાખો લોકોના દિલ જીત્યા

બ્રાઝિલના સાઓ પાઓલોમાં એક ભિખારી રાતો રાત સ્ટાર બની ગયો.તેની ટેલેન્ટ રસ્તે ચાલતી એક મહિલાએ પારખી અને જીવન બદલી નાખ્યું, બ્રાઝિલના રેમુન્ડો અરુડા સોર્બિહો વર્ષોથી રસ્તા પર ભીખ માગીને ગુજરાન કરતો હતો, પરંતુ તેની પાસે એક ટેલેન્ટ હતુ અને તેને શાલા મોંટીએરો નામની મહિલાએ ઓળખ્યું

  ભીખ માગનાર રેમુન્ડો દિવસભર કંઈને કઈ લખ્યા કરતો. નજીકના ઘરમાં રહેતી શાલા મોંટીએરો લગભગ રોજ ત્યાંથી પસાર થતી અને જોતી કે તે પસ્તીના કાગળ પર કઈ લખે છે. એક દિવસે તેણે પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે પૂછી લીધું કે તે શું લખે છે. જોકે ભિખારીએ કોઈ જવાબ ન આપ્યો અને મહિલાએ કાગળ પકડીને જોયું. તેણે જોયું કે ભિખારીએ ખૂબ જ સુંદર કવિતા લખી છે.

   કવિતા વાંચ્યા બાદ મહિલાના આશ્ચર્યના પાર ન રહ્યો. પછી તેણે ભિખારીને ટેલેન્ટને લોકો સુધી પહોંચાડ્યું. મહિલાએ તેની કવિતાઓને શેર કરવાનો નિર્ણય લીધો.વર્ષોથી રેમુન્ડો રસ્તાના કિનારે બેસીને બેસીને લખે છે અને પછી મહિલા સતત ઘણા દિવસો સુધી તેને મળવા માટે પહોંચી હતી. દરેક સમયે તે નવી કવિતા લખીને આપતો. શાલાએ એક કવિતા ફેસબુક પર શેર કરી, જેને લોકોએ ખૂબ પસંદ કરી. જ્યારે કેટલાક લોકોને વિશ્વાસ ન થયો કે એક ભિખારી આવું લખી શકે છે, તો શાલાએ એક પેજ બનાવીને ફોટો અપલોડ કર્યો

    જોત જોતામાં રેમુન્ડોના ઘણા ફેન બની ગયા અને લગભગ 1 લાખ લોકોએ તેના પેજને ફોલો કર્યું. ફેસબુક પર Raimundo Arrudo Sobrinho નામના પેજ પર હવે લગભગ 2 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે.કવિતાના કારણે રેમુન્ડો ફેમસ થઈ ગયો તો લોકો તેને મળવા અને જોવા પહોંચ્યા. તે ઘણા વર્ષોથી નહાયો નહોતો.

  શાલાએ તેનો મેકઓવર કરાવવાનો નિર્ણય લીધો અને વાળ કપાવ્યા. શેવિંગ અને નવા કપડા પહેર્યા બાદ હવે તેને ઓળખવો પણ મુશ્કેલ છે. રેમુન્ડો એટલો લોકપ્રિય થઈ ગયો કે કવિતાના કારણે તેને 50 વર્ષથી છૂટો પડી ગયેલો ભાઈ મળી ગયો. જાણકારી મળી કે રેમુન્ડો એક વેપારી હતી જે મિલિટ્રીની તાનાશાહી દરમિયાન ઘરથી વિખુટો પડી ગયો અને પૈસાના ન હોવાના કારણે તેણે ભીખ માગવી પડી.

(10:20 pm IST)