Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સૌર મંડળ બહાર નવા 44 ગ્રહોની શોધ: 16 પૃથ્વી જેવા અને એક શુક્રના આકાર જેવો છે

ચાર ગ્રહો 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાનાં તારાઓની પરિક્રમા પૂર્ણ કરી લે છે.

વૈજ્ઞાનિકોએ સૌર મંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી છે.આ ગ્રહોની ખોજ એક સાથે થઇ છે આ ગ્રહોથી સૌર મંડળની સંરચના અને વિકાસને વિશે વધુ જાણકારીઓ હાંસલ કરી શકાશે. જાપાનની ટોક્યો યુનિવર્સિટીનાં શોધકર્તાઓએ નાસાનાં કેપલર અને યૂરોપીય સ્પેસ એજન્સીનાં ગાયા સ્પેસ ટેલીસ્કોપની મદદથી આ ગ્રહોની શોધ કરી છે.

  શોધવામાં આવેલા આ 16 ગ્રહો પૃથ્વી અને એક શુક્રનાં આકારનો છે. યુનિવર્સિટીનાં વિદ્યાર્થી જૉન લિવિંગ્સટને કહ્યું કે,ચાર ગ્રહો 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાનાં તારાઓની પરિક્રમા પૂર્ણ કરી લે છે. આનો અર્થ એ છે કે તે ગ્રહો પર એક વર્ષ પૃથ્વીનાં એક દિવસથી પણ નાના હોય છે. આ ખોજથી ઓછામાં ઓછા સમયમાં પરિક્રમા કરવાવાળા ગ્રહોની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે.

   વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ આ ગ્રહોની સંખ્યા ઓછી નહીં પરંતુ આ અંતરિક્ષમાં મોટી સંખ્યામાં હાજર છે. અત્યાર સુધી આવા ગ્રહોને લઇને એવું માનવામાં આવે છે કે આની સંખ્યા વધારે ઓછી છે. શોધકર્તા એક્સોપ્લેનેટનાં વાતાવરણ અને ત્યાં જીવનની સંભાવનાઓને લઇને પણ અધ્યયન કરાશે.

 ખગોળવિદોનાં જણાવ્યા અનુસાર, નવી ટેક્નિકનાં ઉપયોગથી એક્સોપ્લેનેટની પુષ્ટિ કરવી આસાન થઇ શકી. ભવિષ્યમાં બહારનાં ગ્રહોની શોધમાં હજી વધુ તેજી આવવાની સંભાવના છે

(9:33 pm IST)