Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફેરારીનો ઇતિહાસ વર્ણવતી બુકની કિંમત છે ૨૦.૬૦ લાખ રૂપિયા

લંડન તા.૯: લકઝુરિયસ સ્પોટ્સ કાર ફેરારી ખરીદવા જેટલા પૈસા કદાચ બધા પાસે ન હોય, પરંતુ આ કારનો ઇતિહાસ વાંચવો હોય તો એ માટે પણ તમારે એટ લીસ્ટ લખપતિ હોવું જરૂરી છે. આ બુકની કિંમત છે લગભગ ૨૦.૬૦ લાખ રૂપિયા. આટલીબધી કિંમત તો કંઇ હોતી હશે? એવું  જો તમને  થતું હોય તો કહી દઇએ કે આ કિંમત માત્ર છાપેલા કાગળિયાની નથી. એ પુસ્તકને જે રીતે સ્ટીલના બુક-સ્ટેન્ડ અને કેસ સાથે સજાવવામાં આવ્યું છે એની કિંમત એમાં જોડવામાં આવી છે. માર્ક ન્યુસને ડિઝાઇન કરેલો આર્ટિસ્ટિક પીસ ધરાવતા પુસ્તકનું ટાઇટલ છે ફેરારી, ઇટાલિયન લકઝરી બ્રેન્ડના ઇતિહાસની લિમિટેડ એડિશન જ તૈયાર કરવામાં આવી છે. આ બુકની માત્ર ૧૯૪૭ કોપી જ છે. એમાંથી માત્ર ૨૫૦ બુકસ જ ૨૦.૬૦ લાખ રૂપિયામાં વેચાવાની છે. બાકીની બુકસ દેશવિદેશના મ્યુઝિયમ્સ અને ફેરારી કલેકટર્સને આપવામાં આવશે. આ લિમિટેડ એડિશનની બીજી ૧૬૯૭ કોપીઝ પણ તૈયાર કરવામાં આવી છે એના માટે એલ્યુમિનિયમનું કેસ તૈયાર કરવામાં આવ્યું હોવાથી એ થોડીક સસ્તી એટલે કે ૪.૧૧ લાખ રૂપિયામાં વેચાશે. ૫૧૪ પાનાંની આ બુક હાથેથી સ્ટિચ કરવામાં આવી છે. ફેરારીના ફાઉન્ડર એન્ઝો ફેરારીના એકમાત્ર જીવિત દીકરા પીએરો ફેરારીની સાઇન સાથે આ પુસ્તક વેચાશે.

(3:54 pm IST)