Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઓટિઝમ ધરાવતાં બાળકોને ઉપયોગી થશે વિશેષ ગેમ્સ

નવી દિલ્હી તા ૯ : ઓટિઝમ એક એવી માનસીક બીમારી છે, જેમાં બાળકો પોતાનામાં જ ખોવાયેલું રહે છે. સામાજિક સ્તરે કોઇ સાથ ેભળતું નથી તેમજ વાત કરતાં પણ અચકાય છે. આ બીમારીના લક્ષણો બાળપણથી જ જોવા મળે છે. જોકે વૈજ્ઞાનિકો આન ેબીમારી નથી ગણતા આ રોગ બાળકોનો માનસિક વિકાસ અટકાવી દે  છે. સામાન્ય રીતે આવાં બાળકોને ઉદાસીન માનવામાં આવે છે, પણ આવાં બાળકો અમુક બાબત ેઆગવી પ્રતિભા ધરાવતાં હોય છે. સેન્ટ્રલ  નર્વસ સિસ્ટમને નુકશાન પહોચવાને કારણે આ સમસ્યા ઉભી થાય છે.અનેક વેળા ગર્ભાવસ્થામાં ખોરાકનું ધ્યાન ન રાખવાને કારણે પણ બાળકને ઓટિઝમની સમસ્યા થવાનો ભય ઉભો થાય છે. જોકે હવે ઓટિઝમથી પીડાતાં બાળકો માટે કાનપુરની ઇન્ડિયન ઇસ્ન્સ્ટટયુટ ઓફ ટેકનોલોઝી એ  કેટલીક ગેમ્સ બનાવી છે જેની મદદથી બાળકોની વર્કિગ મેમરી (કાર્યશીલ યાદશકિત) માં અમુક અંશે સુધારી શકાય છે. સ્માર્ટફોનમાં રમી શકાય એવી આ ગેમ્સનું હાલમાં કાનપુરના એક સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રોગમાં અલગ અલગ આકૃતિઓ અને રંગો ધરાવતી ચીજો બાળકોન ેદેખાડવામાં આવશે. ગેમમાં આ ચીજોને છુપાવ્યા બાદ એને શોધવા જણાવવામાં આવશે એેને લીધે બાળકો  એક જ સમયેે એક કરતા વધુ ચીજો યાદ રાખવાની ક્ષમતા કેળવશે. આવી પાંચ થી છ ગેમ તૈયાર કરવામાં આવી છે. પાઇલટ  પ્રોજેકટ હેઠળ કાનપુરના રીહેબિલિટેશન સેન્ટર પાસેથી મળેલાંં પરિણામો ધ્યાનમાં રાખીને આ ગેમ્સ પ્લેસ્ટોર પર અપલોડ કરવામાં આવશે.

(3:31 pm IST)