Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હેરાના હાવભાવ વાંચવામાં ઓટિસ્ટિક બાળકોને ખુબ મદદરૂપ થશે ગૂગલ ગ્લાસ

નવી દિલ્હીતા ૯ : ઓટિઝમના દરદી બાળકોને ગૂગલ ગ્લાસ સાથે સંકલિત સ્માર્ટફોન એપ સોશ્યલ સ્કિલ્સ વધારવામાં મદદરૂપ થાય છે઼ આંખો પર પહેરવાના ડિવાઇસને સ્માર્ટફોન એપ સાથે જોડતાં ઓટિઝમ દર્દી બમળકોને લોકોના ચહેરાના હાવભાવ વાંચવામાં સરળતા પડે છે.  અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ વિકસાવેલી સુપરપાવર ગ્લાસ થેરેપી બાળકોને પહેરવાના ગુગલ ગ્લાસ દ્વારા લોકોના ચહેરાના હાવભાવ સમજવામાં સરળતા પડે છે.

સુપરપાવર ગ્લાસ અપ્લાઇડ બિહેવિયર એનેલિસિસ પર આધારિત છે એમાં કિલનિકલ ટેકિાશ્યન ચહેરાના જુદા જુદા હાવભાવ દર્શાવતા ફલેશકાર્ડ્સ બતાવવા જેવી સ્ટ્રકચર્ડ એકસરસાઇઝ દ્વારા લાગણીઓ ભાવનાઓની અભિવ્યકિતને ઓળખવા પારખવાનું શીખવે છે. ગૂગલ ગ્લાસ નામનું ડિવાઇસ લોકલ વાયરલેસ નેટવર્ક વડે સ્માર્ટફલન સાથે જોડવામાં આવે છે એ ડિવાઇસમાં ગૂગલ ગ્લાસપહેરવાની દષ્ટિના વ્યાપ આવતા દ્રશ્યને રેકોર્ડ કરતો કેમેરા તેન જ વિડીયો વિઝયુઅલ ઈન્ફર્મેશન માટે નાનકડી સ્ક્રીન અને સ્પીકર પણ હોય છે. ઓટેસિટક બાળકો અન્યો સાથે વાતચીત કરતાંહોય ત્યારે સ્માર્ટ ફોનની એપ ગૂગલ ગ્લાસ સ્પીકર કે સ્ક્રીનની મદદથી સામેની વ્યકિતના ચહેરાના હાવભાવ ઓળખી પારખીને એ લાગણી કે અભિવ્યકિતનું નામ દર્શાવે છે. એક મહિના કે ત્રણ મહિના સુધી નવી ટેકિનકના પ્રાયોગિક ઉપયોગ પછી ઓટેસ્ટિક બાળકોના પેરેન્ટસે એ બાળક અન્યોના હાવભાવ સમજીને પ્રતિસાદ આપવામાં વધારેે સક્રિય બન્યું હોવાનું જણાવ્યું હતું.

(3:30 pm IST)