Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મેદસ્વિતા ઓછી કરવા માટે હવે તૈયાર થશે રસી

લંડન તા ૯ : જે લોકો મેદસ્વી છે તેમના માટે ખુશખબર છે, કારણ કે મેદસ્વિતા ઓછી કરવા માટે એક રસી તૈયાર કરવાની દિશામાં રિસર્ચ થઇ રહ્યું છે. મેદસ્વિતાઅને રોગ ફેલાવનારા વાઇરસ વચ્ચે કોઇ કડી હોવાની જાણ સાયન્ટિસ્ટોને થઇ છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ મેસેચેસેટ્સના રિસર્ચ-સાયન્ટિસ્ટ ડો. બિલમોર વેબ્લીએ જણાવ્યું છે કે મેદસ્વી લોકોમાં એડનોવાઇરસ ૩૬ જોવા મળે છે. આ વાઇરસ મેદસ્વી લોકોમાં ૧૫ ટકા વજન વધારવા માટે જવાબદાર છે. શરદી, આંખમાં ઇન્ફેકશન અને પેટમાં બીમારી થાય ત્યારે આ વાઇરસ શરીરમાં આવે છે. આ વાઇરસ શરીરના ફેટ સેલ્સમાં ઉતેજના વધારે છે અને એથી એ સેલમાં સોજો આવી જાય છે અને આ સેલ મૃત્યુ પામે છે. આ સેલને શરીરમાંથી બહાર જતા આ વાઇરસ રોકે છે અનેએથી શરીરમા એ ફેટ શરીરમાં જમા રહે છે અને એથી માણસ જાડો થાય છે, ૩૦ ટકા  મેદસ્વી લોકોમાં આ વાઇરસ જોવામળ્યો હતો. શ્વાસને સંબંધિત બિમારી ફેલાવનારા એડનોવાઇરસ માટે રસી તૈયાર કરવામાં આવી છે જેનો અમેરિકન આર્મી ઉપયોગ કરે છે. આથી હવે એડનોવાઇરસ-૩૬ માટે પણ રસી તૈયાર કરી શકાય એમ છે અને આ વિશે રિસર્ચ થઇ રહ્યું છે

(3:31 pm IST)