Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આ રીતે બનાવો લસણ ની ચટણી

લસણની ચટણી શાકનો સ્વાદ વધારે છે. પરંતુ, શું તમે કયારેય લસણની ચટણીને રોટલી કે ખીચડી સાથે શાકની જેમ ખાધી છે? નહિં ને? તો આજે જ બનાવો. લસણની ચટણીને વઘારીને તમે રોટલી અને ખીચડી સાથે પીરસી શકો છો.

સામગ્રી :

લસણ – ૧૦ થી ૧૫ કડીઓ, લાલ મરચું – ૨ થી ૩ ચમચી, તલ - ૧ ચમચી, જીરૂ – ૧ ચમચી, મીઠું સ્વાદાનુસાર, રાઈ – ૧/૨ ચમચી, તેલ વઘાર કરવા માટે, હિંગ – ૧ ચપટી

બનાવવા ની રીત :

સૌ પ્રથમ ખાયણીમાં લસણ, મરચું, તલ, જીરૂ અને મીઠું લઈને વાટી દો.

વટાઈ જાય એટલે પછી એમાં થોડું પાણી નાખો અને બધું હલાવી લો.

પછી એક નાનું વાસણ લો ચટણી વઘારવા માટે એમાં તેલ નાખો.

તેલ ગરમ થાય પછી એમાં રાઈ નાખો.

રાઈ ફૂટે એટલે એમાં હિંગ નાખો. પછી જે વાટેલું લસણ અને બધું તેમાં નાખો અને હલાવી લો.

એમાં થોડુંક પાણી નાખીને ૨ મિનિટ ચડવા દો તેલ ઉપર આવી જાય ત્યાં સુધી રાખો ત્યારબાદ ગેસ બંધ કરો. થઇ ગઈ તમારી લસણ ની ચટણી તૈયાર.

(9:48 am IST)