Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ખાલી પેટ ન ખાવો આ આહાર, થઈ શકે છે નુકશાન

સવારે ઉઠીને આપણે ખાલી પેટે સૌથી પહેલા શું ખાઈએ છીએ તેની આપણા શરીર ઉપર અસર પડે છે. જો તમે તમારા પેટ અનુસાર, સારો એવો નાસ્તો કરો છો તો તમારૂ શરીર બીમારીઓથી બચી શકે છે.

૧. પેસ્ટ્રી : આ પ્રકારના ફુડમાં યીસ્ટ નાખવામાં આવે છે. તેથી ખાલી પેટે ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.

૨. મીઠી વસ્તુઓ : જો આપણે કંઈ મીઠુ ખાઈએ છીએ તો આપણુ ઈંસુલીન લેવલ વધી જાય છે. જેનાથી આપણી પેન ક્રિયા ઉપર ભાર પડે છે અને આપણે ડાયાબીટીસ થવાનો જોખમ વધી જાય છે.

૩. ટમેટુ : ખાલી પેટે ટમેટુ ખાવાથી ગેસ્ટ્રીક અલ્સર થવાનું જોખમ વધી જાય છે. કારણ કે તેમાં ટેનિક એસિડની વધુ માત્રા હોવાના કારણે પેટમાં એસીડીટી થાય છે.

૪. કેળુ : જ્યારે ખાલી પેટે કેળાનું સેવન કરીએ છીએ. તો તેનાથી આપણા લોહિમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે. જે આપણા હૃદય માટે ઘાતક સિદ્ધ થાય છે.

૫. કોલ્ડ ડ્રીંકસ : સવાર-સવારમાં ખાલી પેટે કોલ્ડ ડ્રિંકસનું સેવન કરવાથી આપણા પેટમાં રકતનું સપ્લાઈ ઓછુ થઈ જાય છે. જેનાથી ખોરાક પચવાની પ્રક્રિયા ખૂબ જ ધીમે થાય છે.

(9:48 am IST)