Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ફાઉન્ડેશન લગાવતી વખતે ન કરતા આ ભૂલો

મોટા ભાગની મહિલાઓ પોતાને વધુ સુંદર દેખાડવા માટે મેકઅપનો સહારો લે છે અને મેકઅપની શરૂઆત થાય છે ફાઉન્ડેશનથી. પરંતુ, જો તમે ફાઉન્ડેશન લગાવતી વખતે ગળબડ કરો છો તો તમારો ચહેરો સુંદર દેખાવાની બદલે ખરાબ લાગશે. તો જાણી લો કે ફાઉન્ડેશન કેવી રીતે લગાવવુ જોઈએ.

ફાઉન્ડેશન લગાવ્યા પહેલા જરૂરી છે કે તમે તમારા માટે યોગ્ય શેડની પસંદગી કરો. કેટલીક મહિલાઓ પોતાના સ્કિન ટોન કરતા વધારે હલ્કો શેડ પસંદ કરે છે. તે યોગ્ય નથી. એવુ કરવાથી તેનો ચહેરો વધુ સુંદર લાગતો નથી.

ફાઉન્ડેશનને એપ્લાય કરવાની એક રીત હોય છે અને ચહેરા પર ફાઉન્ડેશન એવી રીતે જ લગાવવુ જોઇએ. જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો તો તે પહેલા સારી રીતે મિકસ કરો અને ત્યારબાદ બ્રશ દ્વારા ફેલાવો.

ફાઉન્ડેશનનો જરૂરતથી વધારે સ્કિન ઉપર પ્રયોગ કરવાથી ત્વચા સૂકી અને સફેદ થઈ જાય છે. તેથી જરૂર અનુસાર જ ફાઉન્ડેશન એપ્લાઈ કરવું.

જ્યારે તમે ચહેરા ઉપર પ્રાઈમર લગાવવાનું ભુલી જાવ છો તો ફાઉન્ડેશન સીધુ ત્વચાના સંપર્કમાં આવે છે. તેથી ચહેરા પર ફાઉન્ડેશન લગાવ્યા પહેલા પ્રાઈમર જરૂર લગાવો.

કેટલીક મહિલાઓ આંગળીઓની મદદથી ફાઉન્ડેશન લગાવે છે, પરંતુ, ફાઉન્ડેશનને હંમેશા બ્રશથી જ લગાવવુ જોઈએ. બ્રશથી ફાઉન્ડેશન ન લગાવવાથી તે ચહેરા પર વ્યવસ્થિત રીતે બેસતુ નથી અને ચહેરો સુંદર લાગતો નથી.

(9:48 am IST)