Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચીન પોતાના દુશ્મન દેશોની સબમરીન સહીત જહાજો પર સિક્રેટ માનવરહિત સબમરીનથી હુમલો કરી શકે છે

નવી દિલ્હી: ચીન હવે પોતાના દુશ્મન દેશોની સબમરીન અને જહાજો ઉપર સીક્રેટ માનવરહિત સબમરીનથી હુમલો કરી શકે છે. કારણ કે ચીન 30 વર્ષથી સીક્રેકટ માનવરહિત ડ્રોન સબમરીન બનાવી રહ્યું છે. હવે હુમલાઓ કરવા માટે જવાનોની જરૂર નહીં પડે. આ વાતનો ખુલાસો તાજેતરમાં તાઈવાનની ખાડીમાં માનવરહિત અડરવોટર વ્હીકલનું ચીને પરીક્ષણ કર્યું હતું.

આ પરીક્ષણ બાદ તાઈવાનના લોકોને લાગ્યું કે ચીન તેના ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીન સીક્રેટ માનવરહિત ડ્રોન સબમરીન બનાવી રહ્યું છે. આ જાણકારી તે દુનિયાને હવે કેમ આપી રહ્યું છે. તેનું ચોક્કસ કારણ સામે આવ્યું છે બની શકે છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થનારી બબાલથી બચવા માટે આવું કરી રહ્યું હોય. કારણ કે તાઈવાનની ખાડીમાં આ પરીક્ષણ પર અમેરિકા અને જાપાન અવાજ ઉઠાવશે. ચીન તાઈવાનને પોતાની સીમા અને અધિકાર ક્ષેત્રમાં માને છે. બની શકે છે કે જમીની રસ્તાથી કબજો કરવાની કોશિશ કરી શકે. ચીનની સૌથી મોટી સબમરીન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે હાર્બીન એન્જીનિયરિંગ યુનિવર્સિટીના પ્રોફેસર લિયાંગ ગુઓલોંગે કહ્યું કે સીક્રેક માનવરહિત ડ્રોન સબમરીન પ્રોગ્રામને ચીનની સેનાથી ફંડિંગ મળી રહ્યું છે. અત્યારે ચીન આ ડ્રોન સબમરીન એકલી જ કામ કરી રહી છે. પરંતુ ટેક્નીક અત્યાધુનિક બનાવીને સમૂહોમાં સંચાલિત કરી શકાશે.

 

(5:42 pm IST)