Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમેરિકન સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવાનું અમેરિકન સેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકન સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવાનુ અમેરિકન સેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે.આગામી દિવસોમાં આ દવાની ટ્રાયલ પણ શરુ કરવામાં આવનાર છે. આ દવા સૈનિકોને ઘરડા નહીં થવા દે અથવા તો ઘરડા થવાની પ્રક્રિયા સાવ ઓછી કરી નાંખશે.અમેરિકાના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ દ્વારા આ દવા ડેવપલ કરવામાં આવી છે.અમેરિકન રક્ષા મંત્રાલય પણ અમેરિકન સૈનિકોની ક્ષમતા વધારવા માંગતુ હોવાથી આ દવાને મંજૂરી આપવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ દવાથી શરીરના કોષ ફરી યુવાન થવા માંડશે.આગામી વર્ષથી તેની ક્લિનિકલ ટ્રાયલ શુ કરવામાં આવશે.દવા બનાવનાર ટીમ સાથે સંકળાયેલા લીઝા સેન્ડરસનુ કહેવુ છે કે, આ દવાનુ પરીક્ષણ સફળ થયુ તો આ દવામાં વૃધ્ધાઅવસ્થાને ધીમી પાડવાની અને શરીર પડેલા ઘાને ગંભીર થા રોકવાની ક્ષમતા વિકસિત થશે. દવા બનાવવા માટે એક ખાનગી પ્રયોગશાળા સાથે અમેરિકન સેનાએ જોડાણ કર્યુ છે.અમેરિકન સેનાના સ્પેશયલ ઓપરેશન કમાન્ડનુ કહેવુ છે કે, દવા વિકસાવવા પાછળનો ઈરાદો સૈનિકોની ક્ષમતા વધારવાનો છે.જે વધતી જતી વય સાથે ઓછી થતી જાય છે.

 

(5:41 pm IST)