Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દુબઈના નાદ અલ શેબા પડોશમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ 'ડીપ ડાઇવ દુબઈ' લોન્ચ કરવામાં આવ્યો

નવી દિલ્હી: દુબઈના નાદ અલ શેબા પડોશમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ 'ડીપ ડાઇવ દુબઈ' લોન્ચ કરવામાં આવ્યો છે. આ પૂલની ગણતરી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વના સૌથી ઊંડા પૂલ તરીકે કરવામાં આવી છે. તે વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ છે જેની ઊંડાઈ 60.02 મીટર છે. ઉપરાંત, તેની ક્ષમતા 14 મિલિયન (14 કરોડ) લિટરની છે, જે ઓલિમ્પિકના 6 સ્વિમિંગ પુલમાં ભરાયેલા પાણીની બરાબર છે.

વિશ્વના આ સૌથી ઊંડા પૂલનું કદ પણ ખૂબ જ વિશેષ છે. તે વિશાળ છીપની જેમ આકારનું છે. 1,500 ચોરસમીટરમાં ફેલાયેલો આ વિસ્તારમાં ડાઇવ શોપ, ગિફ્ટ શોપ અને 80 સીટર રેસ્ટોરન્ટ પણ છે જે આ વર્ષના અંત સુધીમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ વિશેષ પૂલમાં 2 અંડરવોટર ડ્રાય ચેમ્બર પણ છે, જેમાં લોકો પૂલનો સુંદર દેખાવ જોઈ શકશે. 56 અંડરવોટર કેમેરા દરેક ખૂણાથી પૂલને આવરી લે છે. આ સાથે પૂલમાં મૂડ લાઇટિંગ પણ લગાવવામાં આવી છે.

(5:40 pm IST)