Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઇટાલીમાં લીયોનાર્ડો ધ વિંચીના ૧૪ વંશજો મળ્યા : કરે છે સામાન્ય નોકરી

૬૯૦ વર્ષથી ચાલ્યા આવતા વંશની વંશાવલી તૈયાર કરાઇ

રોમ,તા. ૯ : પોતાની અજોડ ચિત્રકારી અને મૂર્તિ નિર્માણ કલાથી શ્વિને મોહિત કરનાર મહાન ઇટાલીયન કલાકાર લીયોનાર્ડો ધ વિંચીનો વંશ હજી પણ છે.

વિંચીના ૧૪ વંશજોની જાણ થઇ છે. જેમની ઉંમર ૧ થી ૮૦ વર્ષ છે. તેઓ ઇટાલીના વર્સિલીયામાં રહે છે અને કલાર્ક, સર્વેક્ષક, શિલ્પકાર જેવી સામાન્ય નોકરીઓ કરી રહ્યા છે. કલા ઇતિહાસકારો વેઝોસી અને સલાટોના નેતૃત્વમાં લગભગ ૧ દાયકાથી ચાલુ શોધમાં આ નિષ્કર્ષ સામે આવ્યો છે. જે હ્યુમન ઇવોલ્યુશન જર્નલમાં વપાયો છે.

આ શોધ ૧૩૩૧માં જન્મેલ લીયોનાર્ડોના દાદા મિશેલથી શરૂ થઇને ૨૧ પેઢીઓના ૫ પારીવારીક શાખાઓ અને વર્તમાનમાં ૧૪ જીવીત વંશજો સહિત ૬૯૦ વર્ષથી ચાલી આવતી પુરૂષ રેખાનો દસ્તાવેજ છે.

શોધકર્તાઓએ ઐતિહાસીક દસ્તાવેજ અને જીવીત વંશજો પાસેથી સમગ્ર ડેટા એકઠો કર્યો છે. લક્ષ્ય વિંચીની પ્રતિભાને સમજવા માટે તેમની વંશાવલી પ્રોફાઇલનું પુનઃનિર્માણ કરવાનો છે. વેજોસીએ જણાવેલ કે શોધકર્તા વાય ગુણસુત્રના અનુસરણ કરી રહ્યા છે, જે પિતા પુત્રને આપે છે. જેમાં જણાવાયું કે વિંચીના મામલે વાયુ ગણુસૂચ લગભગ ૨૫ પેઢીઓ સુધી પરિવતર્તીત રહેલ. જો કે વિંચીએ લગ્ન ન કરેલ. કહેવાય છે કે વિંચીના ૨૨ સોતેલા ભાઇઓ હતા. જેના દ્વારા વંશ આગળ વધેલ.

(3:15 pm IST)