Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

બેલ્જિયમમાં ૧૧ વર્ષની ઉંમરે એક બાળકે મેળવી ગ્રેજયુએશનની ડિગ્રી

ગ્રેજયુએટ ડિગ્રી પૂરી કરવા માટે એક વર્ષનો સમય લીધો, જેમાં સામાન્ય રીતે ત્રણ વર્ષ લાગે છે

ઓસ્ટેન્ડ,તા.૯: બેલ્જિયમના સમુદ્રી શહેર ઓસ્ટેન્ડનો ૧૧ વર્ષીય બાળક લોરેન્ટ સિમન્સે  હાલમાં એમ્ટવર્પ વિશ્વવિદ્યાલય માંથી ફિઝિકસમાં સ્નાતકની ડિગ્રી હાસિલ કરી છે. ત્યારબાદ તે વિશ્વનો બીજો સૌથી નાની ઉંમરનો ગ્રેજયુએટ બની ગયો છે.

૧૧ વર્ષના સિમન્સે પોતાની સ્નાતકની ડિગ્રી પુરી કરવામાં માત્ર એક વર્ષનો સમય લીધો, જેમાં સામાન્ય રીતે ત્રણ વર્ષ લાગે છે.મને ખરેખર ચિંતા નથી કે હું સૌથી નાનો છું. આ બધુ મારા માટે જાણકારી પ્રાપ્ત કરવા વિશે છે. અમરતા જ મારૂ લક્ષ્ય છે.

સિમન્સે કહ્યુ- શરીરના અંગોને મિકેનિકલ પાર્ટસથી બદલવાના મારા લક્ષ્યમાં આ પ્રથમ પઝલ પીસ છે. હું મિકેનિકલ પાર્ટ્સની સાથે જેટલું સંભવ હોય એટલા શરીરના અંગોને બદલવામાં સક્ષમ થવા ઈચ્છું છું. મેં ત્યાં પહોંચવા માટે માર્ગ કાઢી લીધો છે. તમે તેને એક મોટી પહેલીના રૂપમાં જોઈ શકો છો. કવાન્ટમ ફિઝિકસ છે પઝલનો પ્રથમ ટુકડો.

આ પઝલનો હલ કરવા માટે તેણે કહ્યું- હું દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રોફેસરોની સાથે કામ કરવા ઈચ્છુ છું, તેના મગજની અંદર જોવા ઈચ્છુ છું અને તે જાણકારી મેળવવી છે કે તે કઈ રીતે વિચારે છે. સિમન્સે પોતાની હાઈસ્કૂલનો અભ્યાસ માત્ર ૧.૫ વર્ષમાં પૂરો કર્યો અને આઠ વર્ષની ઉંમરમાં હાઈ સ્કૂલ ડિપ્લોમાં પૂરુ કરી લીધું હતું.

(10:30 am IST)