Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચોંકાવનારો કિસ્સો

૮ મહિનાની ગર્ભવતી મહિલાના પેટમાંથી બાળક ચોરાઇ ગયું : વગર ઓપરેશને નવજાત ગુમ

લંડન,તા. ૯: બ્રાઝિલમાંથી એક એવી દ્યટના સામે આવી છે, જેને જાણીને આપ પણ હૈરાન રહી જશો. હકીકતમાં જોઈએ તો, બ્રાઝિલમાં આ વખતે રિયો ડી જેનેરિયો શહેરના દેવોરોમાં એક ૨૩ વર્ષિય ગર્ભવતી યુવતીની લાશ મળી આવી હતી. જો કે પોલીસે જયારે આ મામલાની તપાસ કરી તો ખબર પડી કે, મોત બાદ મહિલાના પેટમાં બાળકી નહોતી અને તેના પેટની આજૂબાજૂમાં કોઈ નિશાન પણ નહોતા.

મૃતક યુવતનું નામ થાયસા કૈંપૌસ ડોસ સૈંટોસ હતું, જે આઠ મહિનાની ગર્ભવતી હતી. ગત સપ્ટેમ્બર મહિનામાં રિયો ડી જેનેરિયોમાં દેવોરોની નજીક આવેલી રેલ્વે લાઈન પાસે તે મૃત અવસ્થામાં મળી આવી હતી.

તપાસ બાદ બ્રાઝિલની સ્થાનિક પોલીસે દાવો કર્યો છે કે કોઈ પણ ઓપરેશન દ્વારા તેની બાળકીને તેના પેટમાંથી બહાર કાઢવામાં આવી નથી. તાજેતરમાં મેળવેલા દસ્તાવેજો બતાવે છે કે સ્ત્રીનું અજાત બાળક તેના ગર્ભાશયમાંથી ગાયબ હતું.

પોલીસે દાવો કર્યો છે કે યુવતીએ મરતા પહેલા સ્વાભાવિક રીતે જ એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે જ બાળક માટે હત્યા કરવામાં આવી હશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, બાળકને કોઈ પણ ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું ન હતું, જે સૂચવે છે કે તેનો જન્મ કુદરતી રીતે થયો હતો.

જે યુવતી મરી ગઈ હતી, થૈસા તેના બે બાળકો સાથે તેના પિતાથી અલગ થઈ ગઈ હતી. પરિણીત પુરુષ સાથેના સંબંધને કારણે તે ત્રીજી વખત ગર્ભવતી થઈ હતી.

ગત વર્ષે ૩ સપ્ટેમ્બરની રાત્રે થૈસા ૨૩ વર્ષીય અચાનક ગુમ થઈ ગઈ હતી અને ૧૦ સપ્ટેમ્બરના રોજ મળી આવેલી લાશ પણ સડી ગઈ હતી. રિયો ડી જાનેરો સ્ટેટ યુનિવર્સિટીના ફોરેન્સિક મેડિસિનના પ્રોફેસર નેલ્સન માસિનીના જણાવ્યા અનુસાર, સંભવત બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પ્રોફેસરે કહ્યું કે એવી પણ સંભાવના છે કે તેની હત્યા સમયે તેને આકરી પીડા વેઠવી પડી હોય. પીડિતાની માતા જેકલીન કેમ્પોસે જણાવ્યું હતું કે : 'હું માનું છું કે મારી પૌત્રી જીવીત હોઈ શકે છે અને થાઇસાને તેના જન્મ આપવાની ફરજ પડી હતી.

તેણે કહ્યું, 'મારા સગાંસંબંધી સ્થળ પર હતા અને ત્યાં બાળકીનો કોઈ પત્ત્।ો લાગ્યો ન હતો, ફકત થ્યાસનો મૃતદેહ હતો. મને ખબર પડી કે તેણે બાળકીને જન્મ આપ્યો છે.

(10:20 am IST)