Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અભી તો મેં જવાન હું : ૮૫ વર્ષિય દાદીને જોઈએ છે ફૂટડો યુવાન, સુંદર મહિલા શોધી રહી છે બોયફ્રેન્ડ : પાણીની જેમ વાપરશે પૈસા

ન્યુયોર્ક,તા.૯: કહેવાય છે ને કે પ્રેમમાં કોઈ ઉંમર જોવાતી નથી. એ તો ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે. તેથી જ પ્રેમની શોધ માટે દુનિયામા આજે કેટલીય ડેટીંગ સાઈટો મળી રહેશે. આ સાઈટ દ્વારા લોકો પોતાના માટે પાર્ટનર શોધતા હોય છે. આવી જ એક ડેટીંગ સાઈટ પર ન્યૂયોર્કમાં રહેતી ૮૫ વર્ષિય ગ્લેમરસ દાદી પોતાના માટે નવો પાર્ટનર શોધી રહ્યા છે.હૈટ્ટી નામની આ મહિલાનું તાજેતરમાં ૩૯ વર્ષિય બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ છે. ત્યાર બાદ તે પોતાની જાતને સંભાળવા માટે ફરી એક વાર સાચ્ચા પ્રેમીની શોધમાં લાગી ગઈ છે.હૈટ્ટીને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ તેને સાચ્ચો પ્રેમ મળી જશે.

૮૫ વર્ષિય હૈટ્ટી આ અગાઉ એક ૩૯ વર્ષિય યુવાન સાથે ડેટ કરી રહી હતી. જો કે હાલમાં જ તેમના વચ્ચે બ્રેકઅપ થયુ છે. તેનાથી હૈટ્ટીનું દિલ તૂટી ગયું. જો કે થોડા દિવસ રડ્યા બાદ આખરે હૈટ્ટીએ નવા બોયફ્રેન્ડની શોધ ચાલુ કરી છે. તેણે બંબલ નામની ડેટીંગ એપ પર પ્રોફાઈલ બનાવી છે. જયાં તે પોતાના માટે પાર્ટનર શોધી રહી છે. આ મહિલાની જીંદગી વૃદ્ઘા પેન્શન પર ચાલે છે, તેમ છતાં તે પોતાના પાર્ટનર પર ખૂબ ખર્ચાઓ કરે છે.

હૈટ્ટીના છૂટાછેડા ૪૮ વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. આ લગ્નમાં તેનો ખૂબ સમય બરબાદ થયો. તેથી તેણે નિર્ણય કર્યો કે, તે હવે યુવાન છોકરાઓને જ ડેટ કરસે. પોતાના કોન્ફીડંસ અને બિંદાસ લુકના કારણે તે ભલભલા યુવાનોને આકર્ષિત કરવામાં માહેર છે. આ મહિલા જણાવે છે કે ડેટીંગ સાઈટ પર અમુક યુવકો મળ્યા જે સિંગલ છે. પણ હાલમાં તે કોઈને ડેટ કરતી નથી. હાલમાં તે સૌને જાણી રહી છે. સમજી રહી છે.

હૈટ્ટી આ અગાઉ ૩૯ વર્ષિય એક શખ્સને ડેટ કરી રહી હતી. બંનેને સારૂ ચાલી રહ્યુ હતું. પણ બાદમાં ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ અન્ય યુવતી સાથે લફરામાં હતો. આ જાણને હૈટ્ટીનું દિલ તુટી ગયું. તેથી તેણે બ્રેકઅપ કરી લીધું. થોડા દિવસ પોતાની જાતને સંભાળ્યા બાદ હૈટ્ટીએ ફરી બોયફ્રેન્ડની શોધ ચાલુ કરી છે. ઈઝરાયલના એક યુવકે તેને રિકવેસ્ટ મોકલી છે. યુવકોને તે ખૂબ કયૂટ લાગે છે.

હૈટ્ટી પોતાના અનુભવ વિશે જણાવે છે કે, જયારે તે સિંગલ હતી ત્યારે અઠવાડીયામાં ૩-૩ વખત ડેટ પર જતી હતી. ટિંડરે તેનું અકાઉન્ટ બ્લોક કરી દીધુ એટલા માટે તેને બંબલ પર આવવુ પડ્યું. અહીં પણ અડધી ઉંમરના યુવાનો અપ્રોચ કરી રહ્યા છે. ૮૫ વર્ષિય આ દાદી કસરત અને ડાયટથી પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. ડેટીંગ બાદ યુવકો સાથે એકલામાં સમય વિતાવવો તેને ખૂબ પસંદ છે. આશા છે કે, ટૂંક સમયમાં તેને નવો પ્રેમી મળી જશે. જો આપ પણ સિંગલ હોવ તો ટ્રાઈ કરી શકો છો, ટ્રાઈ કરવામાં શું જાય છે.

(10:19 am IST)