Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આ દેશમાં શ્વાન કરી રહ્યું છે કોરોના ટેસ્ટની તપાસમાં મદદ

નવી દિલ્હી: સ્નિફર ડોગ સંવેદનશીલ જગ્યા પર ઘટનાની તપાસમાં એજન્સીઓની મદદ કરે છે. પરંતુ વિચારો કે તમે લાઈનમાં ઉભા હોય અને શ્વાન તમારી નજીક આવીને તમારા ચક્કર લગાવે તો. સંયુક્ત અરબ અમીરાતમાં K9 પોલીસના ડોગને પણ ભીડમાંથી કોવિડ-19 કેસને ઓળખવાનાં કામમાં લગાવવામાં આવશે.

            સંયુક્ત અરબ અમીરાતના ગૃહ મંત્રાલયે કે9 શ્વાન પર ટ્રાયલ પૂરું કર્યું છે. હવે ટૂંકમાં જ કોવિડ 19નો પ્રસાર રોકવા માટે તેમની મદદ લેવામાં આવશે. વૈજ્ઞાનિક અધ્યયન અને પ્રાયોગિક ટ્રાલય પૂરું થવા પર સરકારે નિર્ણય કર્યો છે. જેમાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિને સુંઘીને શ્વાન દર્દીની ઓળખ કરી શકશે. કોરોના કેસની ઓળખ માટે ઉભી રહેવ વ્યક્તિની બાજુમાં સેમ્પલ ભેગા કરી તેને શ્વાનને સુંઘાડવામાં આવ્યા. આ બધું કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર કરવામાં આવ્યું. પરિણામ તરત જ સ્થળ પર મળવા લાગ્યા. ગૃહ મંત્રાલયના ડેટા અને અધ્યયન અનુસાર કોવિડ-19 92 ટકા કેસ ઓળખવામાં સફળતા મળી છે.

(6:46 pm IST)