Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વીયેતનામને ઉશ્કેરવાનું શરૂ કર્યું ચીને

નવી દિલ્હી: આખી દુનિયામાં વિસ્તારવાદ ફેલાવવા માંગતા ચીને હવે વિયેટનામને ઉશ્કેરવાનું શરૂ કર્યું છે. વિવાદીત વિસ્તારમાં ચીને પોતાનું જંગી વિસ્તાર મોકલ્યું છે. ભારત સાથે પુર્વી લદાખમાં સીમા વિવાદના તનાવ વચ્ચે હવે ચીન વિયેટનામને ઉશ્કેરી રહ્યું છે. હાલમાં જ ચીની તટરક્ષક જહાજને દક્ષિણ ચીન સાગરમાં વંગાર્ડ તટ પર જોવામાં આવ્યું છે, જેને લઈને ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે.

       રેડીયો ફ્રી એશિયાના જણાવ્યા મુજબ આ બ્લોક નંબર 06.01ની નજીક પેટ્રોલીંગ કરતું નજરે પડયું હતું. ગત એક સપ્તાહમાં વિયેટનામના વિસ્તારમાં ચીની જહાજ દેખાયાની આ બીજી ઘટના છે.

(6:44 pm IST)