Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સાઉથ ચાઈના સીમાં અમેરિકાના વિમાનો પર નજર રાખી રહ્યું છે ચીન

નવી  દિલ્હી: સાઉથ ચાઈના સીમાં પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના નૌકા કાફલા સાથે યુધ્ધાભ્યાસ કરી રહેલા અમેરિકાના જાસૂસી વિમાનો આગળ ચીન લાચાર થઈ ચુક્યુ છે. યુધ્ધાભ્યાસના ભાગરુપે અમેરિકાના જાસૂસી વિમાનો ચીનની નજીક ચકરાવા મારીને નીકળી જઈ રહ્યા છે અને ચીન તેને જોવા સીવાય બીજુ કશું કરી શકતુ નથી.ચીનના અખબારે જાસૂસી વિમાનોની ઉડાનને ખતરનાક સંકેત તરીકે ગણાવી છે.

 અખબારે કહ્યુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી અમેરિકાના જાસૂસી વિમાનો દેશના દક્ષિણ ભાગના કાંઠા વિસ્તારોની અત્યંત નજીકથી ઉડી રહ્યા છે.જેની પાછળનો ઈરાદો અહીંયા તૈનાત ચીની નૌસેનાના જંગી જહાજોની અને હથિયારોની જાસૂસી કરવાનો છે.એક તબક્કે તો અમેરિકાનુ જાસૂસી વિમાન ચીનના ગુઆંગડોંગથી માત્ર 51 નોટિકલ માઈલ દુર હતુ.આવુ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યુ છે.

(6:43 pm IST)