Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બ્રિટનના નાણાં મંત્રીએ ઓગસ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન કરનાર લોકોને બિલમાં આપશે 50ટકાની છૂટ

નવી દિલ્હી: કોરોનાનો માર સહન કરી રહેલા બ્રિટનના અર્થતંત્રને બેઠુ કરવા માટે બોરિસ જોન્સનની સરકારે 277 અબજ રુપિયાના જંગી પેકેજની જાહેરાત કરી છે.

બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનકે તેનુ એલાન કરતા કહ્યુ હતુ કે, ઓગષ્ટ મહિનામાં રેસ્ટોરન્ટમાં ભોજન કરનારા લોકોને બિલમાં 50 ટકાની છુટ મળશે અને આ છુટ ગમે તેટલી વખત ભોજન કરે તો પણ મળશે.આ યોજનાનો હિસ્સો બનનારા રેસ્ટોરન્ટ, કાફે અને પબમાં આ ફાયદો અપાશે.બ્રિટિશ સરકારે હોસ્પિટાલિટી સેક્ટરને બેઠુ કરવા માટે આ પ્રકારની યોજના જાહેર કરી છે.

(6:43 pm IST)