Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના વાયરસને અટકાવવા એન્ટિબોડી ભેગી કરીને કોકટેલ મિશ્રણ તૈયાર કરવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી: કોરાના વાયરસનો કહેર હાલ દેશ અને દુનિયામાં યથાવત છે. વાયરસના અંત માટે ભલે હજુ વેકસીન તૈયાર નથી થઈ પણ એન્ટી બોડીનો એક નવો ડોઝ સપ્ટેમ્બર સુધીમાં બજારમાં આવી શકે છે, જે કોરોનાની સારવારની સાથે સાથે સંક્રમણને રોકવામાં પણ કારગત નીવડી શકે છે.

              ખરેખર તો વેકસીન શોધવાની મથામણ વચ્ચે અમેરિકી સંશોધકોએ અનેક પ્રકારની એન્ટીબોડીને ભેગી કરીને એક કોકટેલ (મિશ્રણ) તૈયાર કર્યું છે, જેનું પરીક્ષણ ત્રીજા અને અંતિમ ચરણમાં છે. પહેલા બે ચરણમાં આ કોકટેલ બીમારીની રોકથામમાં સફળ રહ્યું હતું.

(6:41 pm IST)