Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પાકિસ્તાન સરકારે દેશના 30 શહેરોમાં કોરોનાને રોકવા લોકડાઉન લગાવી દીધું

નવી દિલ્હી:પાકિસ્તાનની સરકારે દેશના 30 શહેરોમાં કોરોનાના પ્રસારને રોકવા મદદ કરવા માટે એક સ્માર્ટ લોકડાઉન લગાવી દીધું છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ પ્રધાનમંત્રી ઇમરાન ખાને વર્તમાન કોવીડ-19ની પરિસ્થિતિ અને નીતિઓની સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી.

     આ બેઠકમાં ચર્ચામાં દેશની આર્થિક   સ્થિતિને ધ્યાનમાં રાખતા કડક લોકડાના કઈ રીતે હટાવવું જોઈએ સાથો સાથ સ્માર્ટ લોકડાઉન લગાવવાની સરકારની નીતિ કઈ રીતે મદદગાર સાબિત થઇ રહી છે  તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(6:40 pm IST)