Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કાબુલના કંધાર પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીના મૃત્યુ

નવી દિલ્હી:કંધાર પ્રાંતમાં પોલીસ મુખ્યાલય પર બુધવારના રોજ એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ 18 અન્ય ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સુરક્ષાબળો દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

       સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પોલીસ સ્ટેશન નજીક વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો  હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(6:39 pm IST)