Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હોરર મૂવી જોવા ગયેલા ૭૭ વર્ષના દાદા થિયેટરમાં જ અવસાન પામ્યા

ન્યુયોર્ક તા. ૯: હજી પંદર દિવસ પહેલાં જ રિલીઝ થયેલી અમેરિકન હોરર મૂવી 'એનાબેલ કમ્સ હોમ' એટલી ડરામણી છે કે એ જોઇને ખરેખર એક વૃદ્ધનું હાર્ટ ફેલ થઇ ગયું હતું. ૭૭ વર્ષના બ્રિટિશ નાગરિક બર્નાડે ચેનિંગ થાઇલેન્ડ વેકેશન માણવા ગયેલા ત્યારે શોપિંગ મોલમાં ફરતાં-ફરતાં તેમને આ મૂવી જોવાનો વિચાર આવ્યો. તેમણે કદી સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે આ મૂવી તેમના જીવનની છેલ્લી પળ લાવશે. ચાલુ ફિલ્મે જ તેમનું મોત થયું હતું. પરંતુ એની ખબર છેક ફિલ્મ પૂરી થયા પછી થઇ હતી. તેમની બાજુની સીટ પર બેઠેલી મહિલા જયારે ફિલ્મ પૂરી થયા પછી ઊભી થઇને બહાર નીકળવા જતી હતી ત્યારે આ વૃદ્ધ ઊઠયા જ નહીં. જગાડવા માટે હલાવતાં તેમનું માથું ઢળી પડયું હતું. એ જોઇને મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. તરત જ થિયેટરની ટીમે વૃદ્ધને હોસ્પિટલ ભેગા કર્યા, પરંતુ ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

થોડાં વર્ષો પહેલાં એક ભાઇ 'કોનજુરિંગ ટૂ' જોતાં-જોતાં ગુજરી ગયેલા.

(3:24 pm IST)