Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કલાયમેટ ચેન્જને પાપે યુરોપમાં એક સદી પહેલા કરતાં હિટવેવ ૧૦૦ ગણા વધુ રહેશે

ગયા મહિને યુરોપમાં સૌથી ગરમ જૂન મહિનો જોવા મળ્યો અને હીટવેવે જાણે યુરોપને ભૂંજી નાંખ્યું અને તે હવે સામાન્ય થઇ પડે એમ છે. નવા સંશોધનમાં જણાવાયું છે કે આ પ્રકારના હીટવેવ સદી પહેલાં કરતાં હવે ૧૦૦ ગણા વધુ રહેવાની શકયતા છે. વિજ્ઞાનીઓ એ માટે કલાઇમેટ ચેન્જને વિલન ગણી રહ્યા છે.

વિજ્ઞાનીઓને દહેશત છે કે આવતી સદીના મધ્ય સુધીમાં હીટવેવ સામાન્ય થઇ જશે. હાલમાં જે હીટવેવનો અનુભવ યુરોપને થયો, તે દરમિયાન થયેલા બે અલગ અલગ અભ્યાસમાં પૃથ્વીના તાપમાનની સરખામણી કરીને હવામાનનો અભ્યાસ કરાયો હતો. કોપરનિકસ કલાઇમેટ ચેઇન્જ સર્વિસના નિષ્ણાંતોએ છેલ્લા મહિનાના યુરોપભરના તાપમાનના ડેટાનો અભ્યાસ કર્યો હતો. તેમને એ અભ્યાસમાં જણાયું હતું કે, જુન ૨૦૧૯માં યુરોપનું સરેરાશ તાપમાન પાછલા કોઇ પણ વર્ષના જૂન કરતાં સામાન્ય કરતાં ઊચું રહ્યું છે, જે સામાન્ય કરતાં ૨ ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું છે. ૧૯૯૯માં યુરોપમાં તાપમાનનો વિક્રમ રચાયો હતો, તેના કરતાં ઉનાળાનું તાપમાન આ વખતે ૧ ડિગ્રી સેન્ટિગ્રેડ ઊંચું રહ્યું છે.

હીટવેવ ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની, ચેક રિપબ્લિક અને સ્પેનમાં કેટલાય ઐતિહાસિક વિક્રમો તોડનારો બની ગયો હતો. બીજી તરફ ગરમીના આ વાયરામાં જર્મનીમાં કેટલાય વિસ્તારોમાં દવ લાગતાં અગ્નિસામક બંબા, સૈનિકો અને સિવિલ ડિફેન્સ અધિકારીઓએ આગ હોલવવા માટે કવાયત કરવી પડી હતી. અધિકારીઓ કહે છે કે જર્મનીના પાટનગર બર્લિનની ઉત્ત્।ર પશ્યિમે ૧૬૦ કિલોમીટર દૂર આવેલા લુબેટિનમાં લાગેલી આગ પશ્યિમી પોમેરેનિયા રાજયના મેકલેનબર્ગના ઇતિહાસમાં સૌથી મોટી હતી.

નિષ્ણાંતોએ કરેલા વિશ્લેષણમાં એવું પણ સૂચન મળે છે કે આ પ્રકારની હીટવેવ એક સદી પહેલાં જે હીટવેવ અનુભવાતી તેના કરતાં ૪ ડિગ્રી સેન્ટિગ્રેડ વધુ ગરમ છે. મતલબ કે ધીમે ધીમે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, એ વાતનો પણ આ પુરાવો છે, એમ કહી શકાય. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાય વખતથી વિજ્ઞાનીઓ કલાઇમેટ ચેન્જ માટે ગ્રીન હાઉસ વાયુને જવાબદાર ગણીને પૃથ્વીના તાપમાનમાં વધારો ન થાય એ માટે ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે માગ કરી રહ્યા છે.

૧. પ્રવાહી પીવાનું વધુ રાખો. ૨. ઘરની ફરતેની બારીઓ તથા વેન્ટિલેશનનો ખુલ્લા કરી દો. ૩. સૂર્ય પ્રકાશ સીધો ઘરમાં ન આવે એ માટે બારીને પડદા લગાવો. ૪. ઘરમાં અને ઘરની બહાર છોડ રોપો જેથી છાંયો મળી રહે અને તે હવાને ઠંડી રાખી શકે .૫. જે ઉપયોગમાં ન હોય એવી લાઇટ અને વીજળીથી ચાલતા ઉપકરણો બંધ કરી દો. ૬. જો તમારું ઘર બહુ ગરમ થઇ ગયું હોય તો બ્રેક રાકો અને નજીકમાં કોઇ એરકન્ડિશન્ડ ઇમારત હોય તો ત્યાં જાઓ.

યાદ રહે કે યુરોપમાં ફ્રાન્સ સહિત કેટલાય દેશોમાં ગયા અઠવાડિયે તાપમાને વિક્રમ સજર્યા હતા અને તે નવી ઊંચાઇ ૪૫.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર પહોંચ્યું છે, જે છેલ્લા રેકોર્ડ કરતાં ૧.૫ ડિગ્રી ઊંચું તાપમાન હતું.

(3:09 pm IST)