Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હવે ૧૨૦૦ કરોડ વર્ષ માંડમાંડ સૂરજ પ્રકાશિત રહેશે

ખગોળવિદોએ તારાઓને તેમની તેજસ્વિતા અને પ્રકાશના રંગના આધારે વિભિન્ન સમૂહોમાં વહેંચ્યા છે. મોટા ભાગના તારા મુખ્ય પ્રવાહ એટલે કે મુખ્ય ક્રમનો હિસ્સો હોય છે. મધ્યમમાં આપણો સૂર્ય છે. એ રીતે, તે એક સામાન્ય તારો છે. લાલ નાના તારા સૌથી નાના સમૂહમાં સામેલ છે કેમકે તેમાં રહેલો હાઇડ્રોજન ધીરે ધીરે બળે છે, તેથી તેની વય અબજો વર્ષની હોય શકે છે. તેનાથી વિપરીત, આપણો સૂર્ય માંડ ૧૨ અબજ વર્ષો સુધી જ ઝળહળી શકશે. અત્યાર સુધીમાં જે શોધો થઈ છે, તે મુજબ અત્યાર સુધીનો સૌથી વજનદાર તારો સૂર્યથી ૨૬૦ ગણો વજનદાર અને ૧ કરોડથી વધુ ચમકદાર છે. જયારે તેનું બધું ઇંધણ બળી જશે, તો બની શકે કે તે સુપરનોવાની જેમ ખતમ થઈ જશે અથવા તો પછી બ્લેકહોલ પણ બની શકે છે. તેમાંથી નીકળતા પરમાણુ તત્ત્વ અંતરિક્ષમાં ફેલાઈ જશે.

એમ મનાય છે કે ગ્રહો અને જીવિત પ્રાણીઓને બનાવતી સામગ્રી, જેવી કે આપણા લોહીમાં જોવા મળતું લોખંડ પણ તારાઓમાંથી જ દુનિયામાં આવે છે. સૂર્યનો પ્રકાશ અને ગરમી વિના આપણી ધરતી એક મડદાદ્યર જ બની રહી હોત. સૂર્ય આપણને જિંદગી આપે છે અને આપણી આંખને સુકૂન પણ !

મોટા મોટા ટેલિસ્કોપોથી વિજ્ઞાની સુદૂર તારાઓને ચુંબકીય ક્ષેત્રો પર રિસર્ચ કરી રહ્યા છે. આ ચુંબકીય ક્ષેત્રો, તેની સાથે જોડાયેલી જાણકારીથી તારાની આસપાસની પરિસ્થિતિઓને બહેતર રીતે સમજવામાં મદદ મળે છે. તેનાથી એ પણ જાણકારી મળશે કે શું કયાંક દૂર માનવીને વસવા લાયક પૃથ્વી જેવો કોઈ બીજો ગ્રહ પણ છે.

(3:08 pm IST)