Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જાણો નવી છત્રી વિશે

નવી દિલ્હી: જાપાનની એક કંપનીએ ઊડતી છત્રી બનાવવા માટે તૈયાર છે જે ડ્રોનની મદદથી ઉડી શકે તે સેંસર હોવાના કરે આ છત્રી વ્યક્તિની આજુબાજુ ઘૂમતી રહેશે તેનું વજન 5 કિલો છે જે હાલમાં 5 મિનિટ સુધી ઉડી શકે છે દુરસંચાર પ્રણાલી વિકસિત કરનાર સૂચના પ્રોધોગિકી કંપની આશી પાવર આ નમૂના પર ઘણા સમયથી કામ કરી રહી છે.આ પ્રકારનો પ્લાન તેમને 3 વર્ષ પહેલા બનાવ્યો હતો.

(7:01 pm IST)
  • થાઇલૅન્ડમાં છેલ્લા બે સપ્તાહથી ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષીત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, સમાચાર સંસ્થાઓ AFP તથા રૉઇટર્સના અહેવાલ પ્રમાણે છ બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ગુફાની અંદર ગયેલા ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે 'નબળા અને અશક્ત બાળકો'ને પહેલાં બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. access_time 12:14 am IST

  • થાઇલેન્ડ: આઠ બાળકોને બચાવાયા : 1 કિમી સ્વિમીંગ કરી આવ્યા બહાર : થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં ફસાયેલી જૂનિયર ફૂટબોટ ટીમ અને કોચમાંથી 8 બાળકોને ગુફામાંથી કાઢવામાં ડાઈવર્સ સફળ થયા છે. જો કે હજુ 4 ખેલાડીઓ અને તેમના કોચ ભૂગર્ભમાં છે. રેસ્ક્યુ ટીમના જણાવ્યા પ્રમાણે દરેક બાળકો લગભગ 1 કિમી સુધી સ્વિમિંગ કરીને ગુફાની બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટીમ છેલ્લા 15 દિવસથી ગુફાની અંદર ફસાયેલી હતી. access_time 7:49 pm IST

  • બેન્કો પાસેથી 9000 કરોડ રૂપિયાની લોન લઇ ભાગી જનાર બિઝનેસમેન વિજય માલ્યાની વિરૂદ્ધ ભલે બ્રિટનની કોર્ટે ઘરનું સર્ચિંગ અને જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. જો કે, તેનાથી કદાચ જ તેના પર કોઇ ફરક પડશે. વિજય માલ્યાએ રવિવારના રોજ કહ્યું કે તેઓ કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સના આદેશોનું પાલન કરશે, પરંતુ તેમની પાસે કંઇ કરવા માટે હશે જ નહીં. તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે બ્રિટન સ્થિત આલીશાન ઘરમાં તેમના નામ પર કંઇ છે જ નહીં. access_time 12:14 am IST