Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જામ્બિયાના પૂર્વ રાષ્ટ્રપતિના જુના પ્લેન અને લકઝરી ગાડીઓની થશે હરાજી

આફ્રિકાના ગરીબ દેશ જામ્બિયાની સરકારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને તાનાશાહના જૂના પ્લેન અને લકઝરી ગાડીઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. 22 વર્ષના શાસનમાં પૂર્વ રાષ્ટ્રપતિ યાહ્યા પર વ્યાપક ભ્રષ્ટાચાર અને હ્યુમન રાઇટ્સના ઉલ્લંઘનના આરોપ લાગ્યા હતા. ડિસેમ્બર 2016ની ચૂંટણીમાં વિરોધી પાર્ટીના એડમા બારોની જીત પછી યાહ્યા દેશ 'ઇક્વટોરિયલ ગિની' ભાગી ગયો હતો.

(12:31 pm IST)
  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST

  • મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના પ્રશ્ને રજૂઆત :મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના એક ડેલીગેશનની રજૂઆતના મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી :ભુપેન્દ્રસિંહ ચુડાસમા રજૂઆતો સાંભળી કર્મચારીઓના પ્રશ્નો વિષે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી access_time 1:29 am IST

  • બ્રિટનના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસનનું રાજીનામુ :યુકમાં છેલ્લા લાંબા સમયથી બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલા રાજકારણની વચ્ચે જ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે access_time 1:27 am IST